1764

ભાવનગર શહેરમાં જોબવર્ક દ્વારા કાપડ, પાટીના વણાટ કામ કરતા મજુરો દ્વારા વર્ષ-ર૦૧પમાં મજુરી સહિતના પ્રશ્ને વેપારી એસો. સામે વાંધો પડતા હડતાળ જાહેર કરી હતી. જે સંદર્ભે સમસ્યા ઉકેલની ખાતરી આપતા આંદોલનનો અંત આણ્યો હતો. 
આ બાબતને ર વર્ષ જેવો સમય પસાર થવા છતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા પૂનઃ લડતનો આરંભ કરાયો હતો અને ગત તા.૬-પ-ર૦૧૭ના રોજ થેલેસેમિયા રોગથી ત્રસ્ત બાળ દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પ યોજી લડત મક્કમતાપૂર્વક આગળ ધપાવી છે અને આ અંગે જિલ્લા વહિવટી તંત્ર હસ્તાક્ષેપ કરી સમસ્યાનો ઉકેલ લાવવા અને ગરીબ મજુર પરિવારો સાથે ન્યાય થાય તેવી આશાસ્પદ મજુર એસો. દ્વારા જશોનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અધિક કલેક્ટર ચૌધરીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.