3063

બેંક એમ્પ્લોઈઝ કન્ઝયુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી લી. ભાવનગરની ૪૩મી વાર્ષિક સાધારણ સભા આજે શિવશક્તિ હોલ ખાતે મળી હતી. જેમાં ગત વર્ષના હિસાબો મંજુર રાખવા સહિત સભ્યોના લાભો અંગેના વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. નરેન્દ્રસિંહ જાડેજા સહિત હોદ્દેદારો, સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.