1726

ભાવનગર શહેરમાં વધતી જતી ચોરીના બનાવોને ડામવા પોલીસે કમરકસી છે. જેમાં આજરોજ મુળ મહારાષ્ટ્રમાં રહેતા શખ્સને  અને એક સગીરને ચોરીના મુદ્દામાલ સાથે એલસીબી ટીમે ઝડપી લઈ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
ભાવનગર એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં પકડાય ગયેલ માણસોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,ભગાતળાવ,લાઠીયાનાં ડેલા પાસે આવતાં શંકાસ્પદ કાળા કલરનાં એકટીવા સ્કુટર રજી. નંબર-જીજે ૪ સીએમ ૮૭૧૩ સાથે સ્કુટર ચાલક પાર્થ સુનિલભાઇ પવાર ઉ.વ.૨૧ રહે.મુળ-દહાણુ રોડ,ટાગોર લાઇન જી.થાણા મહારાષ્ટ્ર હાલ-ભગાતળાવ, વોરા શેરી, નરભાનો ખાંચો તથા તેની પાછળ બેસેલ સગીર મળી આવેલ.તેઓ પાસે રહેલ પ્લાસ્ટીકની મોટી કોથળીમાં શર્ટ-૧૩ કિ.રૂ.૩,૯૦૦/-, ટી-શર્ટ-૬ કિ.રૂ.૧,૨૦૦/- તથા ટ્રેક પેન્ટ-૧ કિ.રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૪૦૦/-તથા બીજી કોથળીમાંથી અલગ-અલગ કંપનીની સીગારેટનાં પેકેટ નંગ-૧૫૦ તથા પાન વિલાસ પેકટ નંગ-૫ મળી કુલ કિ.રૂ.૨૧,૫૭૩/- તથા સ્કુટર ચાલકની અંગજડતી માંથી અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૧૪,૪૪૦/- તથા એકટીવા સ્કુટર કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૧,૪૭૩/-નો સામાન મળી આવેલ.જે અંગે તેઓ પાસે આધાર માંગતાં નહિ હોવાનું અને ફર્યું-ફર્યું બોલતાં હોય.જેથી આ તમામ ચીજવસ્તુઓ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જેથી તમામ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.અને બંનેની અટકાયત કરવામાં આવેલ. 
આ બંનેની પુછપરછ કરતાં તેઓએ ગઇ રાત્રીનાં મોડેથી એકટીવા ઉપર જઇને ઘોઘા ગેટ પાસે મેઇન બજારમાં આવેલ મનહર રેડીમેડમાંથી કપડાં તથા રોકડ રૂપિયાની તથા આતાભાઇ ચોકમાં આવેલ વિક્રમ પાન નામની કેબીન તોડી તેમાંથી સીગારેટ-પાન વિલાસનાં પેકેટની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.