1135

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા અને કલ્યાણ ફાઉન્ડેશન, ભાવનગર દ્વારા સંચાલિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન તેમજ ખગોળ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે ૧પ વર્ષથી કાર્યરત છે.
અવકાશ વિજ્ઞાન પ્રત્યે લોક જાગૃતિ લાવવા અને લોકોને ખગોળમાં કુતુહલતા સાથે અવકાશમાં જોતા, જાણતા અને સમજતા કરવા માટે વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વર્ષ દરમ્યાન અનેક ખગોળીય ઘટનાને ટેલીસ્કોપ દ્વારા નિહાળવા માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે. આવી જ એક ખગોળીય ઘટના તા.૧૭ અને ર૦મી એપ્રિલ, ર૦૧૭ના રોજ થવા જનાર છે. માનવ નિર્મિત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ને નરી આંખે નિહાળવાની મુલ્યવાન તક મળવા જઈ રહી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે માણસે અવકાશમાં બનાવેલ ઉડતું ઘર. સ્પેસ સ્ટેશનને બનવા માટે અવકાશ સંશોધનમાં કાર્યરત જાપાન, રશિયા, અમેેરિકા, યુરોપ અને કેનેડાના સંયુક્ત પ્રયાસો દ્વારા બનાવવામાં આવેલ. આ સ્પેસ સ્ટેશનને લંબાઈ ર૩૯ ફૂટ, પહોળાઈ ૩પ૬ ફૂટ અને ઉચાઈ ૬૬ ફુટની છે. જેનું કુલ ૪,પ૦,૦૦ કિ.ગ્રા. અને તે ર૭,૬૦૦ કિ.મી.-કલાકની ઝડપે પૃથ્વીની આસપાસ ૯ર.૬પ મીનીટમાં એક ચક્ર પુરૂ કરે છે.આ સ્પેસ સ્ટેશનમાં અવકાશીય સંશોધન માટેની વ્યવસ્થા ઉપરાંત ત્યાં રહેતા વૈજ્ઞાનિકો માટે રહેવાની અને દૈનિક ક્રિયાઓ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. હમણા જ ભારતીય મૂળના અને સુનિતા વિલિયમ્સનો વિશ્વમાં સૌથી વધારે ૧૮૦ દિવસ રહેવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તા.ર૦ એપ્રિલ-ર૦૧૭ને ગુરૂવારે સાંજે ૭-૧ર કલાકથી ૭-૧૬ કલાક (ફક્ત ૪ મીનીટ) દરમ્યાન ઉત્તર-પૂર્વ થી દક્ષિણ-પશ્ચિમ (અગ્નેયી ખુણો) તરફ ગતિ કરશે. આ સ્પેસ સેન્ટર નિહાળવા અને તેના વિશે લોકોને માહિતગાર કરવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા તખ્તેશ્વર મંદિર જાહેર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે.