3034

મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રિ.વૃ. પારેખ પ્રા. શાળા નં. ૬માં ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓની ક્વિઝ કમ્પિટિશન યોજાયેલ. આ ક્વિઝ કમ્પિટિશનમાં જેસ્મિન, સન ફલાવર,  રોઝ, લોટસ, મેરી ગોલ્ડ વગેરે પાંચ ટીમોએ ભાગ લીધેલ. જેમાં રોઝ ટીમ સૌથી વધુ સ્કોર સાથે વિજેતા થયેલ. સમગ્ર ક્વિઝ કમ્પિટિશનનું આયોજન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓએ કરેલ. શાળાના આચાર્ય વિજયભાઈ વાઘેલા તથા સી.આર.સી.કો.ઓ. રમેશભાઈ સેતાએ પ્રેરક પ્રોત્સાહન પુરૂ પાડેલ. ક્વિઝ કમ્પિટિશનનું એન્કરીંગ બી.એડ.કોલેજના તાલીમાર્થી સમીરભાઈ ચુડાસમાએ કરેલ. શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાકપુર્વક ક્વિઝ કમ્પિટિશનમાં ભાગ લીધેલ.