3062

શહેરના ભરતનગર ત્રણ નંબરના બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવનગરના ગ્રાઉન્ડમાં જુગાર રમી રહેલા પાંચ ગેમ્બલરોને ભરતનગર પોલીસે બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
ભરતનગર પોલીસે સ્ટેશનના પીએસઆઈ જે.કે. નિનામા, પ્રોબેશ્નલ પીએસઆઈ એચ.આર. પઢીયાર તેમજ ડી-સ્ટાફના હેડ. કો. એન.બી. જાડેજા, પો.કો. સંજયભાઈ ચુડાસમા, જયદિપસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ગોહિલ, ઘનશ્યામભાઈ ગોહિલ તથા એઝાઝભાઈ પઠાણને મળેલ માહિતી અનુસંધાને આજરોજ સાંજના સમયે ભાવનગર ભરતનગર ત્રણ નંબરના બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવનગરના ગ્રાઉન્ડમાં મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા નિખીલભાઈ રમણીકભાઈ કારીયા જાતે લોહાણા ઉ.વ.૩ર રહે.ભરતનગર શિવનગર, જુના ત્રણ માળીયા, બ્લોક નંબર ૧૪/બી, રૂમ નં.ર૩૧ર, મુકેશભાઈ હિરાભાઈ જોશી/બ્રાહ્મણ ઉ.વ.પ૦, રહે.ભરતનગર હરીઓમનગર ઘર નં.પર૩૦, જગતભાઈ ખોડીદાસભાઈ મકવાણા જા.મોચી ઉ.વ.૩૭, રહે.ભરતનગર ગોકુલનગર ઘર નં.૯૮, અજયભાઈ ભુપતભાઈ જોશી જા.બ્રાહ્મણ ઉ.વ.૩ર, રહે.ભરતનગર, શિવનગર બ્લોક નં.૧૬, રૂમ નં.ર૩૪ર, આદર્શનગર રોડ અને રહેમતતુલ્લા રહિમભાઈ મકવાણા/મુસ્લિમ ઉ.વ.૩ર, રહે.ભરતનગર બે માળીયા, બ્લોક નં.૩/બી, રૂમ નં.૧પ૭૭વાળાઓને જાહેરમાં જુગાર રમતા રોકડા રૂા.૧૦,ર૦૦ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.