3040

આજથી બે વર્ષ પહેલા મીડિયાની જાગૃતિથી હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મીડિયાની આગેવાનીમા સિહોરના નગરશ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા બાદ આ અંગે સિહોર ના જાગૃત એવા વડીલો દ્રારા આ અભિયાનને વેગ આપી બ્રહ્મકુંડ મા આવેલ ઐતિહાસિક પૌરાણિક મૂર્તિઓ ની જાળવણી અને રંગ રોગાન માટે પુરાતન ખાતા ની મંજૂરી મેળવી અને બ્રહ્મકુંડ ની કાયાપલટ કરેલ અને દર મહિના ના પ્રથમ દિવસે બ્રહ્મકુંડ મા આવેલ મૂર્તિઓને દીપમાળ કરી જગમગતી કરવામાં આવેછે 
આગામી દિવસોમા શ્રાવણમાસ આવે છે સિહોર મા બિરાજતા નવનાથ પૈકીના એક નાથ કામનાથ મહાદેવ બ્રહ્મકુંડ ખાતે બિરાજેલા છે માટે આ કુંડ ની સફાઈ કરવાની તાતી જરૂરિયાત લાગતા આજ રોજ નગરપાલિકા પ્રમુખ માનશગભાઈ, ઉપ પ્રમુખ અશ્વિનભાઈ, કોર્પોરેટર રાજુભાઇ પાઠક, તેમજ દરેક નગરસેવકોની રાહબરી અને ચીફ ઓફિસરની સૂચના થી પાલિકા સેનિટેશન ઓફિસર આનંદભાઈ રાણા ,ભરતભાઇ ગઢવી,જીતુભાઇ સહિત કર્મચારી ગણ પોતાની ફરજ સમજી ઐતિહાસિક બ્રહ્મકુંડ ની સફાઈ કાર્ય મા જોડાયા હતા.