1591

શહેરના લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રતિવર્ષની પરંપરા અનુસાર ઉનાળાની ઋતુમાં તા.ર૮-૪-૧૭ વૈશાખ સુદ ત્રીજથી વૈશાખ સુદ પૂર્ણિમા સુધી સ્પેશ્યલ બેંગ્લોરથી મંગાવવામાં આવેલ. શુધ્ધ સુખડને હરિભક્તો દ્વારા ઓરસીયા પર ઘસી ચંદન ઉતારી ભગવાન શ્રી હરિને ચંદન લેપથી વાઘાનો શણગાર કરવામાં આવે છે. ઉનાળાના આકરા તાપથી ભગવાનને રક્ષણ આપવા હરિભક્તો ચંદનનો શણગાર કરે છે. જેના દર્શનથી અનેક ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.