2106

‘સંવાદ દ્વારા સંવાદિતા’ વિષય પર મહુવા ખાતે યોજાયેલ સદભાવના પર્વના સમાપન પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, સંવાદ સુગંધથી જ થઈ શકે, સુગથી નહીં. અહીં સાહિત્યકાર શરીફા વિજળીવાળા અને કબીર અભિયાનને સદભાવના પદક અર્પણ કરાયા.
વિશ્વગ્રામ સંસ્થાના જાણિતા કાર્યકર્તા જોડી સંજય-તુલા દ્વારા સામાજિક સમરસતા હેતુ યોજાતા સદભાવતા પર્વમાં ગુરૂવાર તા.૧ થી શનિવાર દરમિયાન રાષ્ટ્રીય ચિંતક વક્તાઓએ પ્રાસંગિક ઉદબોધનોનો લાભ આપ્યો.
સદભાવના પર્વ-૮ના સમાપન પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, સંવાદ સુગંધથી જ થઈ શકે, સુગથી નહીં. આદ્યશંકરાચાર્યજીનો ઉલ્લેખ કરી સંવાદ બોતા ભવિષ્યતિએ મુદલ સંવાદ બોધથી થઈ શકે, વિરોધથી નહીં તેમ જણાવ્યું. બોધ એટલે શીલવાન સમજ. રાજકિય ચિંતન શિબિરો થાય છે પણ તેમાં તો સલાહ જ અપાય છે. આપણી સદસમજથી બોધ ઉભદવી શકે તેમ ઉમેર્યુ.
મોરારિબાપુએ રામચરિતમાનસ, વિનોબાજી, સંત નિઝામુદ્દીન, અમિર ખુરરૂ સાથે દર્શક વગેરેની વાત ઘટના સાથે એકતા સંદર્ભે વાત કરી તેમણે વારંવાર ઉલ્લેખાતા ગોધરા કાંડને ભુલી જવા દર્દ સાથે ટકોર કરી. સત્ય, પ્રેમ, કરૂણા... એ વિનોબાજી તેમજ રામાયણમાંથી મળ્યાનું જણાથી આ જ ધર્મ છે તેમ કહયું.
સંવાદ દ્વારા સંવાદિતા વિષય પર કૈલાસ ગુરૂકુળ-મહુવા ખાતે યોજાયેલ સદભાવના પર્વના સમાપન દિવસે સાહિત્યકાર શરીફા વિજળીવાળા અને કબીર અભિયાનના શબનમ વિરમાણી તથા વિપુલ રીકીને સદભાવના પદક અર્પણ કરાયા. સન્માનિત કર્મશીલો દ્વારા ગદગદ સ્વરથી પ્રતિભાવોમાં પ્રેમ અને માનવતાના મુલ્યોના પોતાના કાર્યોમાં સફળ થયાનો હરખ વ્યક્ત કર્યો હતો.
સન્માનિતોનો પરિચય ડંકેશ ઓઝાએ આપ્યો હતો. સંચાલનમાં રહેલા રતિલાલ બોરીસાગરે સદભાવનાએ કર્તવ્યનો આનંદ ગણાવી. ગાંધી અને કબીર દેશમાં વ્યાપક રીતે પહોંચે તે કામ થઈ જાય તેમ જણાવ્યું.