1328

આજરોજ સિહોરના બંધન પાર્ટીપ્લોટ ખાતે વહેલી સવારે ભગવાન પરશુરામના પુજન, આરતી બાદ ભગવાનના રથને નગરયાત્રા માટે સજાવામાં આવેલ જે ખારાકુવા ચોક ખાતે સવારે ૯ કલાકે પહોંચેલ. જયાંથી પરશુરામજીની શોભાયાત્રા ની તૈયારીઓ થઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યા મા બાઈક સવારો ઉપસ્થિત રહેલ જ્યારે સમસ્ત બ્રહ્મસમાજ જયજય પરશુરામ ના નાદ સાથે ખારાકુવા ચોક ગુંજવતા હતા અને યુવાપરશુરામ ગ્રુપ ના પ્રમુખ દીપકભાઈ જાની દ્વારા આ શોભાયાત્રા પ્રસ્થાન કરાવવા લીલીઝંડી આપતા શોભાયાત્રા ડીજેના તાલ સાથે બગીમા બિરાજમાન ભગવાન ખુદ નગરજનોને દર્શન આપવા પધાર્યા હોય તેમ ભૂદેવોના કાફલા સાથે નિકળ્યા હતા.
જયજયકાર સાથે નીકળેલી શોભાયાત્રા મા બુલેટ ગાડી દ્વારા ભગવાનનું પાયલોટિંગ પૂરું પાડેલ જ્યારે નાની બાલિકાઓ દ્વારા કળશથી સ્વાગત કર્યું,અને ભૂલકાઓ એ વેશભુષા ધારણ કરેલ ભોળાનાથ, હનુમાનજી બની શોભાયાત્રામા આકર્ષણ જમાવ્યું હતું.
આ શોભાયાત્રા નું સ્વાગત,મોટાચોક, લાઈબ્રેરી,સ્વસ્તિક ગ્રુપ,અને આંબેડકર ચોક મા સિહોર કોંગ્રેસ પ્રમુખની આગેવાની મા કોંગ્રેસ કાર્યકરો સ્વાગત માટે ઉપસ્થિત રહયા હતા ,મુસાભાઈ બરફવાલા,નેસડી ના ખાચે, રામકૃપા મેડિકલ, ભીલવાડા ખાંચો, વડલા ચોક ખાતે શહેર ભાજપ, મિત્ર મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું અને બાદમા રોટરી ક્રિકેટ ક્લબ, માળી પાર્ટી પ્લોટ સહિત ઠેકઠેકાણે સ્વાગત કરવામાં આવેલ બાદ આ શોભાયાત્રા બંધન પાર્ટી પ્લોટ ખાતે પહુચેલ બાદ આ યાત્રા ધર્મસભા ના રૂપ મા ફરી હતી .
આ ધર્મસભામાં વિવિધ રાજકીય,સામાજિક, જ્ઞાતિ પ્રમુખો, મંડળો સહિત બ્રહ્મપરિવાર ની માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, બાળકો સહિત તમામ ભૂદેવો અકલ્પનિય સંખ્યામાં ઉપસ્થિત રહી બ્રહ્મચોર્યાસીના ભોજનનો લાભ લીધેલ હતો.