2805

તા.૩૦-૬-ર૦૧૭ના શુક્રવારે ભાવનગર એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરેલ. જેમાં માંગણી કરવામાં આવી હતી કે યર તથા સેમસ્ટર સિસ્ટમવાળા બન્ને વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડ આપી દેવામાં આવે પરંતુ યુનિ. દ્વારા ફક્ત યર સિસ્ટમવાળા વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડ આપવામાં આવ્યો છે. જેથી અન્ય સેમેસ્ટર સિસ્ટમવાળા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેથી યુનિ. દ્વારા વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય હકારાત્મક લેવામાં નહીં આવે તો વિશેષની અતિથિ વિશેષ આંદોલનોએ ઉગ્ર રીતે કરવામાં આવશે. આ અંગેની રજૂઆત એનએસયુઆઈ દ્વારા કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી.      તસ્વીર : મનીષ ડાભી