1308

સિહોરના સોનગઢ પાલીતાણા રોડ પર એકલીયા મહાદેવના ટનિંગમાં  બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક આધેડનો ભોગ લેવાયો હતો મૂળ બોટાદના ગોઠાવડી ગામે રહેતા અને અલગ અલગ વાડીમાં ભાગ્યું કરીને ગુજરાન ચલાવતા ગોરધનભાઈ કાળુંભાઈ કોળી (ઉ ૫૫) જેઓ આજે પોતાના વતન ગોઠાવડી ગામથી ભાવનગરના પાલીતાણા કોઈ કામ અર્થે આવી રહ્યા હતા તે વેળાએ સોનગઢના પીપરલા ગામના એકલીયા મહાદેવના ટનિંગમાં બાઈક નં ય્ત્ન૩ છજી ૧૫૬ ની ગાડી સાથે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા હતા જેમાં ગોરધનભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એમના સાથે રહેલ એક વ્યક્તિ નાસી છૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ ઘટનાને લઇ સ્થાનિકો એકઠા થઇને ગોરધનભાઈ નો એક પુત્ર સિહોરના કાજાવદર ગામે વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મુકેશભાઈને કરવામાં આવી હતી પોલીસ અને ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા લાશને સિહોર પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.