1993

ભાવનગર-અમદાવાદ ટુંકા માર્ગ પર અધેલાઈ નજીક ગત મોડીરાત્રે કડબ ભરેલો ટ્રક સળગી ઉઠયો હતો. બનાવની જાણ થતા ભાવનગર ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો છંટકાવ કરી સળગતાં ટ્રકને ઓલવી નાખ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર-અમદાવાદ ટુકા માર્ગ પર ધોલેરા રોડ અધેલાઈ પાસે ગતરાત્રિના સરવૈયા સુરપાલસિંહની માલિકીનો કડબ ભરેલો ટ્રક નં.જી.જે. ૧૮ એ.ટી. ૯૬પ૯ ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ અચાનક કડબમાં આગનો બનાવ બનતા સંપૂર્ણ ટ્રક આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બનાવની જાણ ભાવનગર ફાયરબ્રિગેડને કરાતા ફાયરસ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ એક ગાડી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી.