2471

ભાવનગર શહેરમાં દેશી અને ઈંગ્લીશ દારૂ માટે જાણીતા એવા આડોડીયાવાસ વિસ્તારમાં ભાવનગર પોલીસે સંયુક્ત રેડ કરી દેશી દારૂ-આથાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગરો નાસી છુટયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, આગામી રપ જૂને નિકળનારી રથયાત્રા  સંદર્ભે શહેરમાંથી દારૂની બદીને નાબુદ કરવા પોલીસ દ્વારા આડોડીયાવાસ વિસ્તારમાં સંયુક્ત રેડ કરી હતી. જેમાં પોલીસને માત્ર દેશી દારૂ અને આથો મળી આવ્યો હતો. જ્યારે બુટલેગરો છુમંતર થઈ ગયા હતા. ઘોઘારોડ પોલીસ મથકમાં દેશી દારૂના નવ કેસ નોંધાવા પામ્યા છે. પોલીસે મસમોટો જથ્થો ઝડપી લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આડોડીયાવાસમાં પોલીસે રેડ કરતા લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, રથયાત્રા નિમિત્તે જ પોલીસ રેડ કરે છે ?