1119

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયા હાલ આર્જેન્ટીના અને બ્રાઝિલના પ્રવાસે છે. આ દરમ્યાન પ્રથમ દિવસે મહત્વની ત્રણ બેઠકો યોજવામાં આવેલ છે.
પ્રથમ બેઠક આર્જેન્ટીનાની બ્યુનોસ એરેસ યુનિવર્સીટીના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ હતી. જેમાં ભારત સરકાર સીઆઈપીઈટી અને યુનિવર્સીટી વચ્ચે મહત્વના એમઓયુ કરવામાં આવેલ છે. આ એમઓયુથી ભવિષ્યમાં સ્ટુડન્ટ અને ફેકલ્ટી એકસચેન્જ શકય બનશે તથા પોલીમર મટીરીયલના ઉચ્ચ સંશોધનો સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવશે. બીજી બેઠક આર્જેન્ટીનાના પ્રોડકશન મીનીસ્ટર સાથે યોજાયેલ હતી. જેમાં બાયોપોલીમર અને બાયોપોલીમર આધારીત પ્લાસ્ટીકના સંશોધન, ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર અંગે મહત્વની ચર્ચાઓ હાથ ધરવામાં આવેલ. આ ઉપરાંત દહેજ ખાતેના પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીઝીયન ખાતે રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં 
આવેલ. ત્રીજી બેઠક લેટીન અમેરીકન એસોસીએશન ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલના પ્રતિનિધિઓ સાથે યોજવામાં આવેલ. જેમાં પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીઝીયનમાં મૂડી રોકાણ અંગે ચર્ચા થયેલ. ઉપરાંત બન્ને દેશો વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર સંશોધન ક્ષેત્રે કોલોબ્રેશન અંગે પણ ચર્ચા થયેલ. વધુમાં ‘ઇન્ડીયા કેમ-૨૦૧૮’ એક્ષ્પોમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવેલ હતું. તેવું એક નિવેદનમાં કેન્દ્રીય મંત્રીના કાર્યાલય દ્વારા જણાવવામાં આવેલ છે.