1196

આલ્કોક એશડાઉનનાં ૧૦ કર્મચારીઓ આ આગ ઓકતી અને તપતી ગરમીમાં પાણી પીધા વીના ૨૮ કલાકથી વધુ સમય પૂર્ણ કરેલ છે અને સાથે બીજા ૪૭ કર્મચારીઓના આમરણાંત ઉપવાસ પણ ચાલુ છે. ભાવનગર શહેરના મ્યુનીસીપલ કમીશ્નર અને આલ્કોક એશડાઉન (ગુજરાત) લી.ના મેનેજીંગ ડાયરેકટર એમ. આર. કોઠારી તથા ચેરપર્સન મમતા વર્મા દ્વારા હજુ સુધી કોઈ જ પ્રકારની વાટાઘાટ કે કોઈપણ પ્રકારના સમાધાન કે અમારી માંગણી સંતોષવા માટેના પ્રયત્નો શરૂ કરેલ નથી.