3158

શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં બપોરના સમયે પરપ્રાંતિય શખ્સ તાંબા, પિત્તળના વાસણ અને ઘરેણા ધોઈ દેવાના બહાને છેતરપીંડી કરતા હોય જેને પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક લોકોએ ઝડપી લઈ ભરતનગર પોલીસને હવાલે કરી દીધો હતો. બનાવ અંગે વર્ષાબા સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, હું એક મહિલા થઈને આવા ઈસમોને ઝડપી લઈ પોલીસ હવાલે કરી શકુ છું તો આમ પબ્લીક કેમ નો કરી શકે. લોકોમાં જાગૃતતા આવવી ખુબ જ જરૂરી બની ગઈ છે. રોજબરોજ લોકોને છેતરવાના બનાવો બનતા હોય છે. જેને ઓળખી લઈ સમય સુચ્કતા વાપરી નજીકના પોલીસ મથકને જાણ કરવી સહિતની બાબતને વર્ષાબાએ જાગૃતતા લાવવા જણાવ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ, આજે બપોરના સમયે ગાયત્રીનગરમાં રહેતા કાંતિભાઈના ઘરે એક શખ્સ આવી તાંબા, પીત્તળના વાસણ અને સોના-ચાંદીના ઘરેણા ધોઈ દેવા કહેલ કાંતિભાઈએ તેમનું સોનાનું પેંડલ આપ્યું હતું. જે પેન્ડલ આ શખ્સે ધોઈ તેમાંથી ઘણુ ખરૂ સોનુ કાઢી લીધુ હોય તેવી કાંતિભાઈને જાણ થતાં પાડોશમાં રહેતા પૂર્વ કોર્પોરેટર વર્ષાબાને બોલાવી બનાવ અંગે વાત કરતા તુરંત જ વર્ષાબાએ આ પરપ્રાંતિય શખ્સને ઘરમાં બેસાડી દઈ સ્થાનિક પોલીસને ફોન કરતા પીસીઆર વાન આવી પહોંચી હતી અને સ્થાનિક લોકો તથા વર્ષાબાની સમય સુચકતાથી છેતરપીંડી કરવા આવેલ શખ્સ ઝડપાઈ ગયો હતો અને પોલીસને સોપી દીધો હતો. વધુમાં વર્ષાબાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં કુલ ચાર થી વધુ પરપ્રાંતિય શખ્સો ઘરેણા ધોવા બાબતે છેતરપીંડી કરવા નિકળ્યા છે જેથી લોકોએ જાગૃતતા દાખવી જરૂરી બની ગઈ છે.