1739

આપણો દેશ ખેતીપ્રધાન છે ત્યારે સિહોર ની આજુબાજુ મોટી માત્રા મા ખેતીલાયક જમીનો છે અને પશુપ્રેમી જનતા પોતાના માલઢોર જેવાકે ગાયો, ભેંસો, બકરીઓ, ઘેટાઓ રાખતા હોય છે ત્યારે બેશુમાર માત્રામા દૂધ ઉત્પાદન થતું હોય છે અને જ્યારે દૂધની માંગો વધતી જતી હોય ત્યારે આ દૂધના સદઉપયોગો કેમ થાય તેવા વિચારો સ્વાભાવિક આવે જ ત્યારે ગ્રામ્ય જનતા દ્વારા આ દૂધ માંથી કઈ પ્રકારે બે પૈસા કેમ બનાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવું તે માટે દૂધ માંથી માવો બનાવા લાગ્યા હતા.
આ માવામાંથી વિવિધ પ્રકારની મીઠાઈ બનાવતા જેમાં પેંડા મુખ્ય રહેતા પરંતુ દૂધ ઉત્પાદન વધતા આજુબાજુ પંથક ના પશુપાલકો આ દૂધ માંથી માવો બનાવી વેચવા માટે શહેર તરફ આકર્ષાયા ત્યારે સિહોર મા ખૂબ ઓછા મીઠાઈ બનાવવા વાળા હતા ત્યારે આ શુદ્ધ માવો મળતા સિહોર ના પેંડા તરીકે નામ આપી વેચાણ શરૂ કર્યું અને શુદ્ધતા વાળા આ શુદ્ધ પેંડા વિવિધ દુકાનોમાં વેચાવા લાગ્યા.
પરંતુ લાલચ ખૂબ મોટી બલા છે આ માવો વધુમા વધુ કેમ બને અને પૈસા વધારે કેમ મળે તેવી તરકીબો શરૂ થતા સિહોરના વેપારીઓ શુદ્ધતા પારખું બની ગયા અને માવો કે દૂધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત તેની ગુણવત્તા ચકાસવા લાગતા અમુક ભેળસેળયુક્ત માવો લેવાનું બંધ કરેલ અને  પશુપાલકો સાથે અન્યાય ન થાય માટે તેની પાસે થી પ્યોર દૂઘ લેવાનું શરૂ કર્યું છે પરંતુ હવે તો મશીનો આવી ગયા કે દૂધમા કેટલા ફેટ છે કહે છે અને દૂધનું દૂધ ને પાણી નું પાણી અલગ  કરી બતાવે છે
 સાથોસાથ વેપારીઓ પોતેજ ઉચ્ચ ગુણવત્તા વાળું દૂધ ખરીદ કરવા લાગ્યા અને  હવે તો  ગામો ગામ ડેરી ઉદ્યોગ થતા પશુપાલકો ડેરી મા દૂધ ભરવા લાગ્યા આ શુદ્ધ દૂધ થી દુકાન દારો છૂટક દૂધ વેચી બચેલા દૂધ માંથી માવો બનાવી અલગ અલગ ફ્લેવર ના પેંડા કેસર,ચોકલેટ,કણીવાળા, સ્પે.માવાનાં, પેંડા સહીત ની મીઠાઈઓ બનાવતા ગયા 
સિહોરના આ પેંડા જગવિખ્યાત બન્યા કારણ કે શુદ્ધતા સિહોર મા સુખાભાઈ પેંડા વાળા,માળી મીઠાઈવાળા,મુનિ ના પેંડા ,રાધે ના પેંડા સહીત ખૂબ મોટીસંખ્યામાં ઉત્પાદકો વધ્યા અને જેમ ભાવનગરી ગાંઠીયા વખણાય તેમ શિહોરી પેંડાએ પણ કાઠું કાઢ્યું છે અમુક વેપારીઓ ની તો ચાર ચાર પેઢી થી પેંડા નો બિઝનેસ ચલાવે છે અને પૂર્વજો નું અસ્તિત્વ ટકાવી રાખવું આજના જમાના મા ખૂબ મુશ્કેલ છે ત્યારે આ સિહોર ના પેંડા ના વેપારી અશોકભાઈ મુનિ સાથે મુલાકાત કરતા જણાવેલ કે આ અમારી ત્રીજી પેઢી છે અને આ અમારો વારસાગત ધંધો છે અન જ્યારે પેંડા બનતા હોય કે અન્ય કોઈ મીઠાઈ પરંતુ અમારા પિતા એ જણાવેલ કે કવોલિટી મા કોઈ ફેરફાર કરવો નહીં શુદ્ધ જ મીઠાઈ ગ્રાહક ને આપવી ના પોસાય તો ભાવ બાબત ગ્રાહક ને જણાવવું પરંતુ ઓછાભાવે વેચવા કે હરીફાઈ કરવા કોઈ મિલાવટ કરવી નહીં તેમ અમે પણ અમારા બાળકો ને આજ પ્રકાર ની સૂચના સાથે જણાવેલ અને અમારા બાળકો એ પણ આ પ્રણાલિ જાળવી રાખેલ છે અને વધુ ટેસ્ટ સાથે આજની સ્વાદપ્રિય જનતા માટે લાગણી અને માંગણી અનુસાર ટેસ્ટ ઉપલબ્ધ કરી લોકો સમક્ષ અડીખમ ઉભા છીએ આ સાથે અમે દૂધ, છાશ, મસાલા છાશ, ગાંઠીયા,પાપડી,કેસર મઠ્ઠો, પાઈનેપલ મઠ્ઠો,રાજભોગ, શ્રીખન્ડ,પનીર, કેરીનો રસ સહિત ની અનેક વેરાયટીઓ અમે જાતેજ બનાવીએ છીએ નવરાત્રી કે પૂજા માટે સ્પેશિયલ પ્રસાદી ના મીની પેંડા પણ બનાવી લોકો સમક્ષ રજુ કરીએ છીએ  છતાં ઘણા લોકો સસ્તું લેવાની લાલચે ચાલુ આઇટમો ખરીદી છેતરાય છે પરંતુ અમે તો અમારી ક્વોલિટી ને વળગી રહ્યા છીએ.
આજે કોઈ પણ જગ્યા એ મહેમાન બની ને સિહોર વાસીઓ જાય ત્યારે ચોક્ક્‌સ લોકો બોલે છે શિહોરી પેંડા વાળું સિહોર ત્યારે સિહોર વાસીઓ ની છાતી ગજ ગજ ફુલે છે. અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમે સિહોર ના છીએ કે જયાં નવનાથ અને પાંચ પીર ના બેસણા છે અને આ સિહોર ને છોટે કાશી નું બિરુદ મળ્યું છે અને અમે સિહોરના છીએ.