2049

સંત ગુરુ અર્જુનદેવજી શહિદ દિવસે છેલ્લા ૩પ વર્ષથી શીખ સમુદાય દ્વારા ગાંધીનગરના ઘ-પ ખાતે ઉજવણીનું આયોજન કરાય છે. જેમાં શીખ સમુદાય દ્વારા પ્રસાદ તથા ઠંડા પાણીની સેવા દ્વારા વિશિષ્ટ રીતે આ દિવસની ઉજવણી કરે છે. ગરમીમાં ઘ-પ સર્કલ ખાતે શીખ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા અને આવતા-જતાં તમામ ભાઈ-બહેનોને પ્રસાદ અને ઠંડા પાણીના વિતરણની સેવા કરી આ દિવસની ઉજવણી કરી હતી. છેલ્લા ૩પ વર્ષથી સંત ગુરુ અર્જુનદેવજી શહિદ દિવસે આ જ રીતે સેવા કાર્ય કરવામાં આવે છે.