2407

શહેરના સુભાષનગર, મઢુલીવાળી શેરીમાં રહેતા અને નુતન વિદ્યાલયમાં ધો.૮માં અભ્યાસ કરતા અભિષેક ઉપેન્દ્રભાઈ રાઠોડે ભગવાન જગન્નાથજીના રથની પ્રતિકૃતિ રૂપે લાકડામાંથી અદ્દભૂત રથ બનાવ્યો છે. તેમાં વેલવેટ અને લાઈટનું ડેકોરેશન પણ કર્યુ છે અને બે મહિના ઉપરાંતના સમયગાળામાં તેણે જગન્નાથજીના રથની પ્રતિકૃતિ તૈયાર કરી છે.