1234

રાજુલ-જાફરાબાદ તાલુકાથી પસાર થતો નેશનલ હાઈવે નવો ફોરટ્રેકમાં ભારોભારો ભ્રષ્ટાચાર, પીળુ મટીરીયલ જેના પર પાણી પડશે એટલે કરોડો રૂપિયા કાઠીયાવાડી કઢી બનશે. જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂના ઘટસ્ફોટથી બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગર-સોમનાથ નવો બની રહેલ નેશનલ આઠ-ઈ નવો ફોરટ્રેક રોડમાં નબળી ગુણવત્તાની પીળી માટી નખાઈ રહી છે તેના પર ચોમાસાનું પાણી પડવાથી કરોડો રૂપિયાની કઢી બનશે. જનતાના પરસેવાના રૂપિયાનો બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. છે કોઈ તેને શેકવાવાળું તેવો જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂના ઘટસ્ફોટથી સમગ્ર બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.