2611

શહેરના રાજ માર્ગો પર આગામી રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે ભાવનગર જિલ્લા પોલીસ વડા દિપાંકર ત્રિવેદી દ્વારા અક્ષરવાડી મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે તમામ સુરક્ષા જવાનો સાથે અંતિમ બેઠક યોજી હતી. જેમાં જવાનોને રથયાત્રામાં કયા શું અને કેવી કામગિરી કરવી તે બાબતની માહિતી આપવામાં આવી હતી તથા ફરજ સંબંધી પ્રશ્નોનું સમાધાન પણ આપવામાં આવ્યું હતું.  આ સાથે એસ.પી. ડીવાય એસ.પી. સહિતના અધિકારી ગણ દ્વારા વિવિધ વાહનો, અશ્વદળ, તથા ફુટ માર્ચ દ્વારા ફલેગ યોજી હતી તથા અવારે જીલ્લા પોલીસ અધિક્ષકે સુભાષનગર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરની મુલાકાત લઈ સુરક્ષા અંગેના તમામ પાસાઓની બારીકાઈ પુર્વક ચકાસણીઓ કરી જરૂરી સુચનો કર્યા હતાં.