1491

કમળનું ઉદ્દગમ સ્થાન યોગ્ય ન કહી શકાય તેવું છે. કારણ કે બંધીયાર પાણીમાં કુદરતી રીતે વિકાસ પામે છે પરંતુ ખુબસુરત દેખાવ, શાસ્ત્રોક્ત માન અને ઔષધ્ધિય ગુણોને લઈને કમળ સર્વપ્રિય છે. ખુબસુરત કમળને નિહાળતા જ લોકોને સાક્ષાત કુદરતના સૌમ્ય સ્વરૂપના દર્શન થાય છે. હાલ ઉનાળાના સમયમાં પ્રકૃતિ પ્રખર રૌદ્ર સ્વરૂપથી જીવ માત્રને કષ્ટની અનુભુતી કરાવે છે ત્યારે આ સુંદર સરોજ પોતાના અસીમ સ્વરૂપના દર્શનથી ઘણી શીખા પ્રદાન કરે છે.