2029

છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારત નિર્માણ અભિયાન ચલાવતા પાલીતાણાના શિક્ષક નાથાભાઈ ચાવડા આજે પાલીતાણા કોર્ટમાં મુદ્દત ઉપર આવતા લોકોને પાલીતાણા કાનુની સેવા સમિતિના ચેરમેન મહેતા તથા જજ બારોટના માર્ગદર્શન તથા પાલીતાણાના બીઆરસી હાર્દિકભાઈ ગોહિલની હાજરીમાં આયુર્વેદીક વનસ્પતિમાંથી બનાવેલ બિડી તથા તમાકુનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં ૭૦ લાખ લોકોનું મૃત્યુ માત્ર તમાકુના સેવનથી થાય છે ત્યારે નાથાલાલ ચાવડાનું આ અભિયાન સરકારના સહયોગથી રાહમાં છે. ગત વર્ષે આ અભિયાન અંતર્ગત નાથાભાઈ ચાવડા તથા બે બાળકોએ રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પણ આ વ્યસનોમાં વિવિધ વિકલ્પો રજૂ કર્યા હતા. સરકારે આ બાબત ધ્યાનમાં લઈ અને આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને આ નિકોટીનવાળો પ્રયોગ અમલમાં મુકી અને કેટલાય લોકોના જીવ બચે તેમ છે.
આ આયુર્વેદિક ટોબેકો બનાવવી એકદમ સરળ છે જેનું નામ ભુવડ આયુર્વેદીક ટોબેકો છે. પ૦ ગ્રામ તુલસીના સુકા પાન, ૦પ ગ્રામ તેમાં લવિંગ મિશ્રણ કરી એકદમ સરળ પદ્ધતિ જેનાથી શરીરને ફાયદો છે અને નિકોટીનવાળી ટોબેકો છુટે છે. આજ પદ્ધતિમાં જેઠી મધ, વરીયાળીનું મિશ્રણ કરવામાં આવે તો બિડી માટેની તમાકુ પણ તૈયાર થાય છે. અહીં તમાકુ નામ આપવું એટલા માટે યોગ્ય છે કે માણસ તમાકુના નામથી ટેવાય ગયો છે. આમ તો આ એક આદર્શ ફાકી છે જે જમ્યા પછી લેવાથી પાચન થાય છે.