2404

બરવાળા મુકામે આજે  કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલમાં તાલુકા હેલ્થ કચેરી ધ્વારા ક્ષય નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં  બોટાદ જિલ્લા ટી બી પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર વીજયભાઈ તેમજ દિપકભાઈ,તાલુકા હેલ્થ કચેરીના મુકેશભાઈ સોલંકી ગર્લ્સ શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
બોટાદ જીલ્લાના બરવાળાની કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે તાલુકા હેલ્થ કચેરી ધ્વારા રાષ્ટ્રીય ક્ષય નીયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટી.બી.રોગ વિશે વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ તેમજ ટી.બી.રોગના અટકાયતી પગલા અન્વયે પણ સમજુતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સારુ માર્ગદર્શન મેળવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું.આ કાર્યકમને સફળ બનાવવા તાલુકા હેલ્થ કચેરીના સ્ટાફ ધ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.