4287

જાહેર આરોગ્ય હેઠળના પાયાના કર્મચારીઓ મલ્ટીપર્પઝ હેલ્થ કાર્યકરો દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને ગ્રેડ પે સુધારવા બાબત રજૂઆત કરેલ. છઠ્ઠા પગારપંચ મુજબ પર૦૦-ર૦ર૦૦ ગ્રેડ પે ર૪૦૦ આપવા માંગણી કરવામાં આવેલ.
આ ઉપરાંત આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં સહકાર મળી રહે તથા સંવર્ગનું સ્વમાન જળવાઈ રહેશે. એ માટે આરોગ્યલક્ષી જગ્યાએ મલ્ટીપર્પઝ હેલ્થ એજ્યુકેટર રાખવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ સાથે બોટાદના મલ્ટીપર્પઝ હેલ્થ કાર્યકરોએ વિશ્વાસ સાથે જણાવ્યું છે કે, સરકાર દ્વારા આ માંગણીઓ સો ટકા સ્વીકારવામાં આવશે.