1239

માત્ર ક્રિયાકાંડ નહીં પરંતુ વિવિધ દ્રવ્યોની આહુતિ સાથે યોજાતા યજ્ઞો  પર્યાવરણ માટે હિતકારક છે. ભાવનગર જિલ્લાના ભંડારિયામાં ડુંગરમાળા વચ્ચે શ્રી ધાવડી માતા મંદિર ખાતે નવદિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ માટે તડામાર તૈયારી થઈ રહી છે. અહીં રામલીલા, ઠાકર જ્યોત, ડાકડમરૂ અને સંતવાણી ડાયરો યોજાનાર છે.
ભાવનગર જિલ્લાના ભડી-ભંડારિયામાં મેલકડી ડુંગરમાળા વચ્ચે ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમાન શક્તિ સ્થાનક ધાવડી માતા બિરાજમાન છે.અ ા મંદિર ખાતે મંગળવાર તા.ર થી બુધવાર તા.૧૦ દરમિયાન નવ દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ માટે તડામાર તૈયારી થઈ રહી છે. ૧૦૮ કુંડીય મહાયજ્ઞનું આયોજન આપણા પંથક માટે વિશેષ ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે. આયોજકોના ભાઈ મુજબ માત્ર ક્રિયાકાંડ નહીં પરંતુ વિવિધ દ્રવ્યોની આહુતિ સાથે યોજાતા આ યજ્ઞો પર્યાવરણ માટે હિતકારક છે. યજ્ઞના વાસ્તુશાસ્ત્ર મુજબ વિરાટ યજ્ઞશાળા નિર્માણ કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી ખાસ ઘાસ અને વાંસ વડે નિર્માણ થયેલ યજ્ઞ શાળા ભારે આકર્ષણરૂપ છે. આ મહાયજ્ઞ માટે ભંડારિયા આસપાસના ભાવિક કાર્યકર્તાઓ દોઢ-બે માસથી તડામાર તૈયારીમાં રહ્યાં છે.
મહાયજ્ઞ સાથે દરરોજ અયોધ્યા પ્રદેશના કલાકારો દ્વારા રાત્રે રામલીલા યોજાશે. આ સાથે અહીં ઠાકર જ્યોત, ડાકડમરૂ અને સંતવાણી ડાયરો યોજાનાર છે. આ પ્રસંગે સંતો-મહંતો સાથે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે. મહાપ્રસાદ, પાણી વ્યવસ્થા વગેરે માટે દાતાઓ અને આયોજકો ભારે ઉત્સાહ સાથે કામમાં લાગી પડયા છે.