984

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ દ્વારા નિલમબાગ સર્કલ ખાતેથી દલીત સમાજના ધર્મગુરૂ મહંત શંભુનાથજી મહારાજની ઉપસ્સ્થિતીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલી જશોનાથ સર્કલ ખાતે સંપન્ન થયેલ રેલીમાં શહેર ભાજપ પ્રમુખ સનત મોદી, મેયર નિમુબેન બાંભણીયા સહિત ભાજપના હોદ્દેદારો દલિત સમાજના આગેવાનો કાર્યકરો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.