2270

ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં અંધશ્રધ્ધાની નવી પહેલ કરવામાં આવી છે.  તાજેતરમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રાજય કક્ષાના મંત્રી તથા જિલ્લા પ્રભારીના હસ્તે માતાજીના પ૦૦ ભુવાઓને ધુણાવી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર ગઢડા તાલુકા ભાજપ દ્વારા રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ  ચુડાસમા તથા ભાવનગર જિલ્લા પ્રભારી આત્મારામ પરમારની ઉપસ્થિતિમાં ગઢડા - ઉગામેડી રોડ પર આવેલ મેલડી માતાના મંદિર ખાતે પ૦૦થી વધુ માતાના ભુવાઓને બોલાવી ડમ્મર ડાકના તાલે ધુણાવ્યા અને મંત્રીઓના હસ્તે સન્માનિત કર્યા હતાં. આ અચરજ પમાડે તેવી ઘટનામાં નોંધનીય બાબત એ છે કે રાજયના શિક્ષણ પ્રધાન પોતે અંધશ્રધ્ધાને પ્રોત્સાહિત કરી રહ્યા છે.