2268

ઓલ ઈન્ડીયા વાડો- કાઈ કરાટે ડો.એસોસીએશન દ્વારા દર વર્ષે નેશનલ વાડો - કાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરે છે. આ વર્ષે પણ તાલકાતોરા સ્ટેડિયમ દિલ્હી ખાતે નેશનલ વાડી -કાઈ કરાટે ચેમ્પિયનશીપ-ર૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ, વિશાખાપટનામ, અરૂણાચલપ્રદેશ, ઉત્તરાખંડ, દીલ્હી, બિહાર જેવા અનેક રાજયોમાંથી ૬૮૦ ચુનંદા ખેલાડીઓએભ ાગ લીધો હતો.
જેમાં ભાવનગર ડિસ્ટ્રીકટ ડાયરેકટર સેનસાઈ કમલ એચ. દવેના ઉત્તિર્ણ માર્ગદર્શન અને કરાટે સ્પર્ધાની તાલીમ હેઠળ નેશનલ વાડો- કાઈ કરાટે ચેમ્પિયનશીપ - ર૦૧૭માં મનદીપસિંહ પી. જાડેજાએ ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી ગુજરાત સહિત ભાવેણાનું નામ રોશન કર્યુ હતું.