4273

નર્મદા કંટ્રોલ ઓથોરીટી (એનસીએ)ની તા. ૧૬ મી જુન, ર૦૧૭ ના રોજ મળેલ ૮૯ મી ઈમરજન્સી મીટીંગમાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની પરવાનગી મળેલ જે યોજનાના ૭૦ વર્ષના કાર્યકાળમાં આયોજન અને કામગીરી આ એક મહત્વની સિધ્ધિ છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા રાજયમાં મા નર્મદા મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન તા. ૬ સપ્ટેમ્બર,ર૦૧૭ થી તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦૧૭ સુધી કરવામાં આવેલછે. 
ગાંધીનગર મનપાના વોર્ડ નં. ૪ ના સેકટર - ર૩, ર૪ અને રપ માં મા નર્મદા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મા નર્મદા રથ તૈયાર કરવામં આવેલ. 
તા. ૧૧ મી સપ્ટેમ્બર, ર૦૧૭ ના રોજ બપોરે ૧પ.૩૦ કલાકે મા નર્મદા રથનો શુભારંભ સેકટર - ર૩ ના સ્વામીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય અશોકભાઈ પટેલ, ગાંધીનગર મનપાના મેયર પ્રવિણભાઈ પટેલ, ગાંધીનગર શહેર ભાજપના મહામંત્રી કનુભાઈ દેસાઈ, સ્વામીનારાયણ મંદિસરના સ્વામી હરીકેશવ પ્રસાદ, મ્યુનિસીપલ કાઉન્સીલ, પ્રવિણાબેન દરજી, ધીરુભાઈ ડોડીયા, નીલાબેન શુકલની ઉપસ્થિતિમાં સ્થાનિક અગ્રણી મહિલાઓ દ્વારા કલશથી સ્વાગત કરી મા નર્મદાની આરતી ઉતારી રથને પ્રસ્થાપિત કરાવી સેકટર - ર૩, ર૪ તથા સેકટર - રપ માં ફેરવવા માટે રવાના કરવામાં આવેલ. ત્યારબાદ સેકટર - ર૪ શાકમાર્કેટ ખાતે સમાપન કરવામાં આવેલ.
વોર્ડ નં. ૪ ના સેકટર - ર૩, ર૪ અને રપ ના આઠ સ્થળોએ રથનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં ૧૩૦૦ થી વધુની સંખ્યામાં નગરજનો રથ સાથે હાજર રહેલ.