1423

ભંડારિયા-મેલકડીના ડુંગરોમાં શક્તિ સ્થાનક ધાવડી માતાના સાનિધ્યમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારે ભક્તિભાવ જોવા મળી રહી છે. ૧૦૮ કુંડી મહાયજ્ઞ સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તજનો અને ગ્રામજનો લાભ લઈ રહ્યાં છે.
ઐતિહાસિક એવા આ ધર્મોત્સવમાં દરરોજ રાત્રે અયોધ્યાની મંડળી દ્વારા રામલીલાની પ્રસ્તુતિ રંગ જમાવી રહી છે. અહીં પૂ.સાધુ-સંતો અને મહંતો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ અનોખો ધર્મમય માહોલ ખડો થયો છે. આજુબાજુના ગ્રામજનો પણ આ ધર્મોત્સવમાં ઉત્સાહભેર સામેલ થઈ રહ્યાં છે. ભુદેવો દ્વારા મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર વડે દિવ્ય વાતાવરણ રચાયું છે. મહાયજ્ઞમાં દરરોજ મોટીસંખ્યામાં ભાવિકો દર્શન, પ્રસાદ અને પ્રદક્ષિણાનો લાભ લઈ રહ્યાં છે. આજે તા.૪ને ગુરૂવારની રાત્રે અહીં ડાકડમરૂનો કાર્યક્રમ રાખેલ છે.