1495

ભાવનગર શહેરના ચિત્રા-સીદસર રોડ પર આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં ગત મોડીરાત્રે ત્રણ ચોર રહેણાંકી મકાનમાં ચોરી કરવા આવ્યા હતા. અગાસીમાં સુતેલા મકાન માલિક જાગી જતા અને બુમાબુમ કરતા સ્થાનિક લોકોએ દોડી આવી બે ચોરને ઝડપી લીધા હતા. જ્યારે એક ચોર રોકડ અને સોનાનો દાણો લઈ ફરાર થઈ ગયો હતો.
બનાવની મળતી વિગત મુજબ, ચિત્રા-સીદસર રોડ પર આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સંજયભાઈ મકવાણા પરિવાર સાથે મકાનની અગાસી પર સુતા હતા તે દરમ્યાન મોડીરાત્રે અવાજ આવતા ભાગી જતાં નીચે મકાન આવી જોતા ત્રણ ચોર કબાટમાંથી ચોરી કરતા  હતા. જે જોતા જ બુમાબુમ કરવા લાગતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ચોરી કરવા આવેલ લક્ષ્મણ ઉકા સોલંકી અને લક્ષ્મણ બાલાને ઝડપી લીધા હતા. જ્યારે અજય ઉર્ફે બાવલો રોકડ રૂા. પાંચ હજાર અને એક સોનાનો દાણો કિ.રૂા. ૧ હજારનો લઈ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ડી-સ્ટાફ પીએસઆઈ જાડેજાએ હાથ ધરી છે.