1216

શહેરના કુંભારવાડા માઢીયા રોડ પર બાનુબેનની વાડીએથી દર વર્ષની માફક ધર્મેશભાઈ મનુભાઈ મકવાણા દ્વારા મેલડી માતાની ધૂનનું આયોજન કરાયું છે. આજરોજ માતાની ધૂન યોજાઈ હતી. જેમાં મોટીસંખ્યામાં માઈભક્તો જોડાઈ મોતીતળાવ મેલડી માતાના મંદિરે પહોંચ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.