2896

રાજુલા તાલુકાની મહાકાય રીલાયન્સ ડિફેન્સના તાલફા અને ખોટી જાહેરાતોથી સ્થાનિકોમાં રોષ સ્થાનિકોને પડતા મુકી અન્ય જીલ્લાઓમાં ભરતી મેળાના ઘટસ્કોપ સરકારને પણ ઉલ્લુ બનાવવાના ગોરખ ધંધા રાજકીય આગેવાનો સાથે મીલીભગત કરી મળતીયાઓને કોન્ટ્રાકટ આપી યુવાનોનું શોષણ કરવાનો ઈરાદો.
રાજુલા તાલુકાની મહાકાય રીલાયન્સ ડિફેન્સના સંસદ સભ્ય નારણભાઈ ધાછડીયા, જિલ્લા કલેકટરની હાજરીાં દેખાડા કરવાના તાલફા અને પ્રેસ કોન્ફરન્સ પણ બહારના પત્રકારોને બોલાવી રાખેલ જેબ હારના પત્રકારોને શુ ખબર હોય કે અહીંયા શું બફાઈ રહ્યું છે. 
સ્થાનિક લોકોના નિવેદનો લેતા તે અુજયેકશન સાથે લાયકાત ધરાવતા યુવાનોની વેદના જોવા મળી છે અને સ્થાનિક યુવાનોને કાઢી નાખી અન્ય જીલ્લામાં ભરતી મેળાની ગંધ સ્થાનિક પત્રકારોને આવી ગઈ હોય એટલે યોજાયેલ કંપનીના તાલફામાંથીબ ાકાત રખાયેલ આ બાબતે ભેરાઈ સરપંચ બાઉભાઈ રામ, શિયાળ બેટ સરપંચ હમીરભાઈ શિયાળ, તેમજ સામાજીક કાર્યકર્તા સાદુળભાઈ વાધ, દેવાતભાઈ વાધ (બારપટોળી) સહિતે જીણવટ ભરી રીલાયન્સ ડિફેન્સના તાલફાની તપાસ કરી ઘટસ્કોપ કર્યો. આ કંપનીએ સ્થાનિક રોજગારોને કેટલા ટકા લીધા તો જવાબ બીલકુલ પાયા વગરનો આપેલ જેણે ૯૦ ટકા સ્થાનિકોને નોકરીએ રાખેલ છે તે બીલકુલ ખોટા જવાબ છે કારણ સ્થાનિકોને તો કંપનીમાંથી કાઢતા જાય છે તે ન કહેતા પ્રેસ કોન્ફરન્સ પુરી કરેલ પણ ભેરાઈ સરપંચ રાજુલા, જાફરાબાદના લાયકાત ધરાવતા યુવાનો માટે તેનો સ્થાનિક હકક અપાવવા જલદ આંદોલન સુધી તૈયારી કરી રહ્યા છે.