2116

જાફરાબાદ તાલુકામાં બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોટા ગામે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો. જેમાં આજુબાજુના ૧૦ ગામો જેવા કે કડીયાળી, ધોળાદ્રી, નાગેશ્રી, મીઠાપુર, ખાલસા કંથારીયા, બાલાની વાવ, કોળી કંથારીયા, ભટ્ટવદર, સરોવડા, કાગવદર અને દુધાળા ગામનો સમાવેશ કરેલ. તે તમામ ગામોના જટીલ પ્રશ્નો જે જાફરાબાદ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, જીઈબી વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગના તમામ હોદ્દેદાર અધિકારીઓ તમામ શાખાના કર્મચારીઓ સ્થળ પર જ હાજર રહી અરજદારોને ઘર બેઠા ગંગા જેમ રોજે રોજના જાફરાબાદના ધક્કા ૧૭૧૧ અરજદારોના બંધ થયા અને તમામના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થયો. જેમાં મામલતદાર આર.એચ. સોરઠીયા, નાયબ મામલતદાર કુંબાવત, પુરવઠા વિભાગના જોશી તથા મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદી, ટીડીઓ ગીરીશભાઈ, આઈઆરડી શાખાના મદદનીશ, ટીડીઓ તેરૈયાભાઈ તેમજ જાફરાબાદની સરકારી તમામ કચેરીઓના સ્ટાફ સહિત જોડાયેલ હતા.