2092

ભાવનગરના જવાહર મેદાન ખાતે મોદી ફેસ્ટ-૨૦૧૭ના કાર્યક્રમનુ પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તે ખુલ્લો મુકવામા આવ્યો હતો. 
ભાવનગરના જવાહર મેદાન ખાતે ત્રિદિવસીય મોદી ફેસ્ટ-૨૦૧૭ના કાર્યક્રમને ખુલ્લો મુકતાં પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર મોદી ફેસ્ટ ૨૦૧૭નો કાર્યક્રમ ભાવનગરમાં રાખવામાં આવેલ છે. અને દેશના ગરીબો, દલિતો, ખેડુતો, માટે સંપુર્ણપણે સમર્પિત વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભારત સરકારે ત્રણ વર્ષ પુરા કરી લીઘા છે. જેનો હિસાબ સરકાર પ્રજાને આપવા માટે આવી છે.
ભાવનગરના મેયર નિમુબેન બાંભણીયાએ જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખુબ જ સાહસિક નિર્ણય કરતી મજબુત સરકાર છે. બે કરોડ થી વઘુ ગરીબ પરિવારોને ગેસ કનેકસનો આપવામાં આવ્યા છે. ૧૩ હજાર ગામોમાં ગયા વર્ષે વિજળી પહોચી ગઇ છે. ગ્રામ્ય માર્ગોના નિર્ણયમાં ત્રણ ગણી વૃધ્ધિની સાથે માત્ર ૩ વર્ષમાં ૧ લાખ ૨૦ હજાર કિલોમીટર માર્ગો બનાવવામાં આવ્યા.
સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યુ હતુ કે આ સરકારે જનઘન યોજના હેઠળ ૨૬  કરોડ થી વઘુ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ૧૩ કરોડ લોકોને મુદ્રા લોન ઉપલબ્ઘ કરાવવામાં આવી છે. ભુતપુર્વ સૈનિકો માટે ‘‘વન રીંક વન પેન્શન’’ યોજના અંગેના સાહસિક નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે. દિવ્યાંગ જનો માટે આરક્ષણની મર્યાદા વઘારી ને ૪ ટકા કરી એસ.સી. એસ.ટી પર અત્યાચારો સાથે જોડાયેલી બાબતોના ઝડપી નિકાલ માટે ખાસ અદાલતોની રચના કરવામાં આવી. પછાત વર્ગ રાષ્ટ્રીય કમિશનને બંઘારણીય દરજ્જો આપવામા આવેલ છે. મોદી ફેસ્ટ વાન છેલ્લા ચાર દિવસથી ભાવનગર શહેરમાં ફરી રહી છે અને લોકોને યોજનાઓનો લાભ મળી રહયો છે. 
ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય સચિવ વિભાવરીબેન દવે જણાવ્યુ હતુ કે નોટબંઘી પછી લગભગ ૨ કરોડ લોકો ભીમ એપ સાથે જોડાયા છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં હવે ખેડુતોને ૫૦ ને બદલે ૩૩ ટકા પાકના નુકશાન પર જ વળતર આપવામાં આવે છે.  આ સરકારે લગભવ ૬૬ હજાર સરકારી નોકરીઓ એક વર્ષમાં આપવામાં આવી છે. 
કેન્દ્ર/રાજય સરકારની જુદી જુદી યોજનાઓ અને વિકાસના કાર્યક્રમો લોકો સુઘી પહોચે અને લોકોને વઘુને વઘુ જાણકારી મળી રહે તેના પ્રચાર-પ્રસાર માટેનુ પ્રદર્શન ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૨ જુન થી તા.૪ જુન સુઘી સવારે ૧૦.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુઘી જાહેર જનતા માટે ખુલ્લુ રહશે.  
ભાવનગર ખાતે યોજાયેલ મોદી ફેસ્ટ ૨૦૧૭ના કાર્યક્રમમાં પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, મેયર નીમુબેન બાંભણીયા, ડે.મેયર મનભા મોરી, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટર હર્ષદભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ ઘાંઘલીયા, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, ગીરીશભાઇ શાહ, આયોજન અઘિકારી બ્રિજેશ જોષી, કોર્પોરેટરો,અઘિકારીઓ, પદાધિકારીઓ મોટીસંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.