1192

ગત તા.૧૯-૪-૧૭ના પાલીતાણાથી ર.પ કિ.મી. દુર આવેલ વિરપુર ગામમાં મુકેશભાઈ ભોળાભાઈ શિયાળ પોતાના પરિવાર સાથે રહે છે જ્યારે આ પરિવારે પોતાના ઘરમાં પશુ પ્રેમની સાથે નાની પાડી ઉછેર કરી હતી અને મોટી થતા આ ભેંસ પોતાના પરિવાર માટે એક ઘરનું સભ્ય બની ગઈ હતી અને ભેંસ પાલન પોષણ કરી મુકેશભાઈ ઘરે તેમના પરિવાર માટે દૂધ આપતું  પશુ બની ગયું હતું.
જ્યારે અચાનક આ પરિવાર ઉપર દુઃખદ ઘટના બની ગઈ કે શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગતા ભેંસ અને પાડી આગમાં ભડથુ થઈ મૃત્યુ પામ્યા હતા અને આ પરિવારના નાના બાળકો માટે દુધ આપતું પશુના મૃત્યુ થતા આઘાત લાગ્યો હતો ત્યારે દુઃખના ભાગીદાર બનવા અને ફરીથી આ નાના બાળકોને પીવા માટે દૂધ મળતું થાય તે હેતુ વિશ્વ હિન્દુ પરિષદ પાલીતાણા દ્વારા આ પરિવારને એક ગાય અને વાછરડી ભેટ આપવામાં આવેલ ત્યારે આ પરિવારના સભ્યો પર આવી બનેલ દુઃખદ પ્રસંગે ફરીથી પશુ પ્રેમની હુંફ મળતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત વિહિપના ભરતભાઈ રાઠોડ અને પાલીતાણાના તિર્થ રક્ષા જીવ રક્ષા અભિયાનના પ્રણેતા પ.પૂ. વિરાગ સાગર માસા અને કાર્યકર્તાને શુભેચ્છા પાઠવી હતી.