898

ભાવનગર એસઓજી ટીમે ઘોઘારોડ રહેતા કોળી શખ્સને રીવોલ્વર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે અજય ઉર્ફે પીટર ઉર્ફે અજ્જુ જીણાભાઇ મકવાણા-કોળી ઉ.વ.૨૩ ધંધો હિરા ઘસવાનો રહેવાસી ઘોઘારોડ લાખાજીનગર શેરી નંબર-૪, ગૌશાળા પાછળ, ભાવનગરવાળાને ઘોઘારોડ શિવાજી સર્કલ ફાતીમા સ્કુલ પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.   આ કામગીરીમાં સફળ બનાવવા એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા તથા હેડ કોન્સ. પદુભા ગોહિલ, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.