844

ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલ મેડીકલ હોસ્ટેલના સાત માળના બિલ્ડીંગ પરથી નીચે પટકાતા પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીની પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ, ભાજપ તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
બનાવની મળતી વિગત મુજબ શહેરના પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીની પુત્રી ફોરમબેન કિરીટભાઈ ત્રિવેદી જેલ રોડ પર આવેલ મેડીકલ હોસ્ટેલના સાત માળના બિલ્ડીંગ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડયા હતા અને હોસ્ટેલની સામે આવેલ નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. 
ઘટના બન્યાની જાણ વાયુવેગે ફેલાતા બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને પારૂલબેનને શાંત્વના આપી હતી. જો કે બનાવનું કોઈ કારણ જાણવા મળ્યુ ન હતુ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.