2418

સિહોર સાગવાડી વિસ્તારમાં મોડીરાત્રિના વન વિભાગનાં ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે શંકાસ્પદ હાલતે નિકળેલા ટ્રેક્ટરમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા સાગના લાકડાનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે ચાલક અંધારાનો લાભ લઈને પલાયન થયો હતો.
સિહોર વન વિભાગના ચુડાસમા સહિત ગત મોડીરાત્રિના પેટ્રોલીંગ દરમ્યાન સાગવાડી રોડ પરથી પસાર થતા ટ્રેક્ટરને રોકતા ટ્રેક્ટરમાંથી મસમોટા સાગના ૧પ લાકડા મળી આવ્યા હતા. જો કે ચાલક નાસી છુટ્યો હતો.
વન વિભાગે ટ્રેક્ટર નંબર જીજેએન ૮૦૮૯ અને સાગના લાકડા મળી રૂા.૪.પ૦ લાખો જથ્થો કબ્જે લઈને કાર્યવાહી હાથ ધરેલ. લાકડાનો જથ્થો લાતીમાં વેચવા જતો હોવાનું પ્રાથમિક અનુમાન વન વિભાગે લગાવ્યું છે.