2118

સિહોરની નામાંકિત સંસ્થા વિદ્યામંજરી સ્ફુલ દરેક શેત્રે નામના પ્રાપ્ત કરતી સંસ્થાઓમાંની એક માત્ર સંસ્થા ગણી શકાઇ આપને હાલનું ઉદાહરણ આપવામાં આવેતો આ સંસ્થામાં અભ્યાસ કરતી વિધાર્થીની ઇશાબેન અશ્વિનભાઈ ધોરણ દસમાં અભ્યાસ કરે છે તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાએલ પરીક્ષામાં વિદ્યામંજરી સ્કૂલ સંસ્થાની સાથે સમગ્ર ગુજરાતમાં સિહોરનો ડંકો ગુંજતો કર્યો છે અને ૯૯.૯૯ માર્ક મેળવીને પ્રથમ ક્રમ હાસિલ કર્યું છે આ બાબત સાધારણ ગણી ન શકાઇ અકલ્પીય પરિણામ સામે સંચાલક મોરડીયા’ ગૌરાંગ ઉલવા’ શિક્ષકોમાં અનિકેતભાઈ ’ ઇકબાલભાઈ સહિતના વિધાર્થીઓને જબ્બરજસ્ત પ્લેટફોર્મ પૂરું પાડે છે ત્યારે આજે વિદ્યામંજરી સંસ્થા દ્વારા ધોરણ દસમાં સમગ્ર સિહોરમાં પ્રથમ ક્રમ મેળવનાર ભાગ્યશ્રી બેન અને ધોરણ બારમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવનાર ઈશાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યામંજરી સંસ્થા દ્વારા વિધાર્થીનીઓના સન્માન સાથે દીકરીના માતાપિતાને પણ સન્માન કરીને નવા જવામાં આવ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા સાથે શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં સંચાલક મોરડીયા, રાજુભાઇ દેસાઈ, અશોકભાઈ ઉલવા અને ગૌરાંગ ઉલવા સહિતના હાજર રહ્યા હતા.

આહીર સમાજની દીકરીનું સન્માન કરાયું
સમગ્ર ગુજરાતમાં માધ્યમિક બોર્ડ દ્વારા લેવાએલ પરીક્ષામાં સિહોર પંથકની બહેનોએ બાઝી મારી છે અને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે જે નોંધનીય છે સિહોરની મોર્ડન સ્કૂલ ખાતે ધોરણ દસમાં અભ્યાસ કરતી સંસ્કૃતિબેને ૯૯.૮૧ ટકા હાસિલ કરીને સિહોર સહિત સમગ્ર આહીર સમાજનું ગૌરવ વધારેલ છે સમગ્ર સિહોરમાં બીજા ક્રમે બાજી મારનાર સંસ્કૃતિબેનનું આજે આહીર સમાજના અગ્રણીઓ દ્વારા પોતાના નિવાસસ્થાને સન્માનિત કરીને અભિનંદન પાઠવીને વધુ પ્રગતિ કરે તેવી આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવાઈ હતી.