2699

સિહોર-સોનગઢ રોડ પર એસ.ટી. બસ સાંકડા નાળાને લઈને રોડ સાઈડ નાળામાં ઉતરી જતા મુસાફરોમાં ભય વ્યાપ્યો હતો. જો કે સદનસીબે જાનહાની ટળી જતાં તંત્ર-મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.
સાવરકુંડલા એસ.ટી. ડેપોની કૃષ્ણનગર-સાવરકુંડલા રૂટની એસ.ટી. બસ નં.જીજે૧૮ ઝેડ ૧પર૪ નંબરની બસ આજરોજ સવારના સમયે કૃષ્ણનગરથી સાવરકુંડલા તરફ જઈ રહી હતી તે વેળા સોનગઢ-સિહોર રોડ પર પાંચવડા ગામ પાસે આવેલ સાંકડા નાળા અને સામેથી આવી રહેલ અન્ય વાહનો અને વરસાદી વાતાવરણ વચ્ચે ચીકણી માટીના કારણે બસ ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા બસ રોડ સાઈડના નાળામાં ઉતરતા પ્રવાસીઓમાં દેકારો મચી જવા પામ્યો હતો. જો કે આવી સ્થિતિ વચ્ચે પણ ડ્રાઈવરે સમય સૂચક્તાથી કોઈ જાનહાની સર્જાવા પામી ન હતી અને તમામ પ્રવાસીઓનો હેમખેમ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ પાલીતાણા એસ.ટી. ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલ તથા અન્ય સ્ટાફને થતા કાફલો ઘટનાસ્થળે દોડી જઈ સ્થિતિ સંભાળી હતી.