1431

દેશની રક્ષાકાજે પ્રાણની પણ પરવા કર્યા વિના નિડરતાપૂર્વક ફરજ બજાવતા લશ્કરના જવાનોની શહાદત અને કાર્યનિષ્ઠાને બિરદાવી ભાવનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના કર્મચારીગણ પરિવાર દ્વારા નેશન ડીફેન્સ ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપી નવો રાહ ચિંધ્યો છે.
ભારત-પાકિસ્તાનની સરહદે હાલ તનાવપૂર્ણ માહોલ સાથે માં ભારત દેશની રક્ષા કાજે સૈન્યના જવાનો તત્પર છે અને પોતાના પ્રાણોનું બલીદાન આપી દેશની રક્ષા કરી રહ્યાં છે ત્યારે વિર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભાવનગર સ્થિત સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા આર્થિક સખાવતનો ઉદાર હાથે આપેલો ફાળો લોકો માટે પથદર્શક બનશે તે બાબત નિઃસંદેહ સત્ય જ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઝોનલ  ઓફિસ નિલમબાગ ખાતે જિલ્લા કલેક્ટર એચ.આર. પટેલ, સ્ટેટ બેંકના જનાર્દનભાઈ ભટ્ટ, જનરલ મેનેજર રમેશકુમાર અગ્રવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર અશોકકુમાર તથા કર્મચારીગણની બહોળી ઉપસ્થિતિ વચ્ચે સ્ટેટ બેંક દ્વારા નેશનલ ડીફેન્સ ફંડમાં રૂા. એક કરોડની રકમનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો.