2380

ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલ. આ બેઠકમાં કમિશ્નર મનોજ કોઠારી, ડે. કમિશ્નર મોદી, ડે.કમિશ્નર રાણા, સીટી એન્જી. ચંદારાણા અને વિભાગીય અધિકારીગણ હાજર રહેલ. મળેલી આ બેઠકમાં ર૬ જેટલા વહિવટી તુમારો લાંબી ચર્ચા-વિચારણાના અંતે પાસ કરી દેવામાં આવેલ. મળેલી આ બેઠકમાં કોર્પોરેશન વિભાગોનો બધો ભંગાર વેચી નાખવા શોપ વિભાગોની વધુ પડતી ફરિયાદો અંગે રજૂઆત થવા પામેલ.
આ અંગે ખુદ ચેરમેને એવું જણાવ્યું કે, શોપ વિભાગની મારી પાસે ખુબ જ ફરિયાદો આવે છે. અધિકારીએ કહ્યું કે, આવી ફરિયાદ મને કેજો જોઈ લેશું. મળેલી કારોબારી બેઠકમાં ખુદ ચેરમેન દ્વારા જ ઘણી ફરિયાદો થવા પામી હતી. જો કે સભ્યોમાં કિશોર ગુરૂમુખાણી, રાજુભાઈ રાબડીયા, મકવાણાએ તુટક તુટક તુમારો અંગે રજૂઆતો કરી હતી.
બેઠકમાં બધા તુમારો પાસ થયા પરંતુ સભ્યોની ફરિયાદોનો અધિકારીઓ દ્વારા તડ અને ફડ જવાબો આપી દીધા હતા. 

પીવાના પાણી પ્રશ્ને નગરસેવક કિશોર ગુરૂમુખાણીની તીખી આલોચના
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી અંગે જાગૃત નગરસેવક કિશોર ગુરૂમુખાણીએ સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં એવો રોષ વ્યક્ત કર્યો કે રપ-રપ દિવસથી પાણી નથી આવતું. કોઈ ફોન ઉપાડતા નથી, અમારે કોને રજૂઆત કરવી. ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ આવી ફરિયાદો સાંભળી ઉકળી ઉઠ્યા હતા અને તંત્રને કહ્યું કે ચૂંટાયેલા નગરસેવકોના કમસેકમ ફોનો તો ઉપાડો, સંકલ્પ રાખો.

વિકાસના કામો પેટા એજન્સી કરે આવું ન ચાલે આવી એજન્સીને બ્લેકલીસ્ટમાં મુકો
-      વિકાસના કામો કરતી ઘણી એજન્સીઓ આખુ કામ એક બીજાને પેટા તરીકે આપી દેવાય છે. તમને અને મને અનુભવ છે. પરિણામે કામો બગડે છે. આવી એજન્સીઓને બ્લેક લીસ્ટમાં મુકવી જોવે.
-      ગંગાજળીયા તળાવનું શું થયું. ટેન્ડર ઝડપથી કરો,નારીનું કામ ઝડપી કરો.
-     એજન્સી વિકાસનું કામ પેટાથી આપી કરાવે તેનાથી ફાયદો નો થાય, ઉલટાનું કામ બગડે છે.
-     જવાબ વ્યવસ્થિત આપો તો બહુ પતિ જાય. - સુરેશભાઈ ધાંધલ્યા (ચેરમેન)
-     કામ પેટાથી થાય છે, તેની ખબર કેમ પડે - મોદી (ડે. કમિશ્નર)
-     બોક્ષ લાઈનોના કામો તંત્ર કરે છે, તમને ખબર તો હોય જ ને - (ચેરમેન)
-     એજન્સીએ ડોક્યુમેન્ટ જ સબમીટ નથી કર્યા, એજન્સી સામે વાંધો નથી, વાલા-દવલા માટે જ કેવાનું હોય છે - રાજુ રાબડીયા (દંડક)
-      તંત્રમાં વાલા-દવલાની કોઈ નીતિ જ નથી રાખતું - ચંદારાણા (સીટી એન્જીનિયર)
-      વિકાસના કામની વાતુ કરીએ અને અટકે છેલે તંત્રને ઠપકો દેવાય, જીણીજીણી વાતો સવારે પેપરોમાં ચીતરાય - રાજુ રાબડીયા (દંડક)
-     જીણી જીણી વાતો તમે કાઢો છો, આવો અભિગમ બરાબર નથી. બેઠકમાં જીણી જીણી વાતોને મોટુ સ્વરૂપ અપાય છે. - અધિકારીનો સ્પષ્ટ જવાબ
-      શોપમાં ર૦ રૂપિયાની ફી મોટી રકમ નથી અરજી સાથે ભરી દેવી જોવે સુધારો કરો - મોદી (ડે. કમિશ્નર)
-     આખે આખુ કામ પેટામાં સોપાય તે વ્યાજબી નથી, બ્લેક લીસ્ટમાં મુકો એને પેમેન્ટ નહીં ચુકવાય - મનોજ કોઠારી (કમિશ્નર)
-     ખાતમુર્હુત થયા પછી બે વર્ષથી કામ ન થાય ઘણુ મોડુ થાય છે, ઝડપથી કામ કરો.
-      મંજુરી લીધા વગર કેમ કામ કરી નાખો છો. સ્ટેન્ડીંગ કમિટી સવારે અને સાંજે બેસે છે, કમસેકમ ફોન તો કરો જાતે નિર્ણય કરી નાખો તે વ્યાજબી નથી. - ચેરમેનની તંત્રને ટકોર