1158

સિહોર ઘાંઘળી રોડ જીઆઈડીસી ચાર વિસ્તારમાં આવેલ રોલિંગ મિલમાં ચોરી કરવાના ઈરાદા સાથે ચાર થી પાંચ શખ્શો ઘૂસે એ પહેલાં જ મજૂરો દ્વારા સામો પ્રતિકાર કરતા તસ્કરો નાસી છુટયા હતા.
સિહોર ઘાંઘળી રોડ પર જીઆઈડીસી બે અને ચાર આવેલી છે જેમાં ચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે ગત મોડીરાત્રીના જીઆઇડીસી નં ચારમાં આવેલ આરએસકે નામની રોલિંગ મિલમાં હથિયારો સાથે પાંચ જેટલા શખ્શો ચોરી કરવાના ઈરાદા સાથે મિલની વંડી કુદીને આવે તે પહેલાં જ મજૂરો દ્વારા સામનો કરાતા ચોરી કરવાના ઈરાદા સાથે આવેલ શખસો ભાગી છુટયા હતા. જોકે ભાગદોડમાં એક વ્યક્તિના હાથ માંથી હથિયાર પડી ગયું હતું જ્યારે આ ઘટનાની જાણ મિલ માલિક રાકેશ બંસલ દ્વારા સિહોર પોલીસને કરાઈ હતી અને પોલીસ કાફલો દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે થોડા દિવસ પહેલા જ આજ મિલમાં કેબલ વાયરની તસ્કરી થઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.