1098

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેપારીઓ, ફેરીયા, પાથરણાવાળાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલા, થેલીઓનો ઉપયોગ કરતા હોય તેવા વ્યક્તિઓ પર જે રીતે ઉગ્રવાદી હુમલાને નાથવા દરોડા પાડવામાં આવે છે. એવી રીતે આક્રમકપણે કાર્યવાહી કરી પ્રતિબંધિત ઝબલા સહિતના પ્લાસ્ટીકના જથ્થા કબ્જે કરી આકરો દંડ વસુલે છે પરંતુ બોટાદમાં ‘સૌની યોજના’નો સરકારી કાર્યક્રમ હોય ભાવનગરથી સરકારી કર્મીઓ ફરજ બજાવવા ગયા હોય તેવા કર્મીઓ માટે ફુડ પેકેટનું પાર્સલ તૈયાર કરવામાં આવે છે. એ ઝબલા, થેલી પણ પ્રતિબંધિતની શ્રેણીમાં આવે છે. આમ ખુદ તંત્ર જ નિયમોનો સરેઆમ ભંગ કરે તો જવાબદાર વ્યક્તિ સામે પગલા લેશે કોણ ? અહીં પ્રખ્યાત ગુજરાતી કહેવત જેવો ઘાટ સર્જાય છે કે જ્યારે ‘વાડ જ ચિભડા ગળે’ ત્યારે ફરિયાદ કોને કરવી ?!