ભાવનગર જિલ્લાની ૭ બેઠકો પૈકી અગાઉ જાહેર થયેલા ભાજપના ૪ ઉમેદવારો સોમવારે અને મંગળવારે અંતિમ દિવસે ઉમેદવારી પત્રો ભરશે. જ્યારે બાકી રહેલી ત્રણ બેઠકો માટે પણ નામો જાહેર થયા બાદ તુરંત ઉમેદવારીપત્રો ભરાશે. જેમાં અગાઉ જાહેર કરાયેલ ભાવનગર પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે સોમવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. જ્યારે ભાવનગર પશ્ચિમમાંથી વર્તમાન ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઈ વાઘાણી અને ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રાજ્યના મંત્રી અને ધારાસભ્ય...
વધુ વાંચો

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે કોળિયાક દરિયા કિનારે તંત્ર દ્વારા રેત શિલ્પ અને સ્વીપ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનને ૧૦ હજાર જેટલા લોકોએ નિહાળ્યું હતું.


વધુ વાંચો

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર તા.૦૯/૧૨ના રોજ મતદાન થનાર હોવાથી આજે તા. ૧૮/૧૧ના રોજ મતદાર જાગ્રુતિ અંતર્ગત મ. ન. પા. ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આઈ. સી. ડી. એસ. શાખા  દ્વારા ટાઉન હોલ ખાતે યોજાયેલ એક મહિલા રેલીને ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ગોવાનીએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ  આ રેલી હલુરીયા ચોક થઈ ને એ. વી. સ્કુલના મેદાનમાં માનવ સાંકળ સ્વરૂપે પરિવર્તિત થઈ હતી.  આ રેલીમાં  પોસ્ટર,બેનર પ્લેકાર્ડ દ્વારા...
વધુ વાંચો

સમગ્ર રાજ્યભરમાં સંજય લીલા ભણસારીની ફિલ્મ પદ્માવતીનો રાજપુત સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરના ચિત્રા કર્મચારીનગર ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી ચક્કાજામ કર્યા હતા અને પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ રાજકિય પક્ષે મત માટે કર્મચારીનગરમાં આવવું નહીં તેવા બેનરો લગાવ્યા હતા.


વધુ વાંચો

ભાવનગર જીલ્લાના પાલીતાણા નજીકનું મુંડકીધાર ગામ કે જે વર્ષ ૨૦૧૪ ની લોકસભા ચુંટણી પૂર્વે પોતાની બે માંગો ને લઈને સરકાર સામે લડી રહ્યું છે. 
અલગ ગ્રામપંચાયત અને જેસર માંથી પાલીતાણા તાલુકામાં સમાવેશની માંગ ને લઈને આજદિન સુધીની લડતમાં કોઈ પરિણામ ના આવતા આ ગામના લોકોએ ફરી વિધાનસભા ચુંટણી પૂર્વે તેની માંગ પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે અને જો સરકાર તેની માંગ પૂર્ણ નહિ કરે તો આવનારી ચુંટણી માં ફરી મતદાન બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે.
ચુંટણી...
વધુ વાંચો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બહેનોની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત ક્રોસ કન્ટ્રીની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઈન્ટર યુનિ.ની ક્રોસ કન્ટ્રીની સ્પર્ધા માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ર વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીનીઓની આ સિધ્ધિ બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવેલ.


વધુ વાંચો

શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં ૭ વર્ષની બાળા પર કોઈ નરાધમે દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો હતો. જે બનાવ અંગે આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા કોળી સમાજ જાગૃતતા અભિયાનના સભ્યો દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.


વધુ વાંચો

વિધાનસભા ચૂંટણી-૨૦૧૭ને ધ્યાનમાં લઇને સમગ્ર સરકારી તંત્ર સતેજ થઇ ગયું છે. એમાંય સૌથી મોટી જવાબદારી પોલીસ તંત્રની હોય છે. કાયદો -વ્યવસ્થાની સાથે ચૂંટણીના ચોક્કસ નિયમોનું પાલન કરવાની જવાબદારી પણ હોય છે. સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ વાહન ચેકિંગ-પેટ્રોલિંગ તો કરી જ રહી છે. શહેરમાં પ્રવેશતાં કેટલાંક માર્ગો પર નાકાબંધી પણ કરી રહી છે. નાકાબંધી માટે ખડેપગે ઉભા રહેતા પોલીસ જવાનો માટે કેટલીક જગ્યાએ કોઇ જ વ્યવસ્થા હોતી નથી. પરંતુ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની...
વધુ વાંચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામતો જાય છે અને છેલ્લા બે-ચાર દિવસથી ટીકીટ ફાળવણીને લઈને પ્રજામાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો.
ત્યારે આજરોજ ભાજપ પક્ષ દ્વારા પ્રથમ ૭૦ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે મહુવા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી બે દાવેદાર જેમાં વર્તમાન ધારાસભ્ય ભાવનાબેન મકવાણા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પાયાના કાર્યકર ગણાતા...
વધુ વાંચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેરનામુ પ્રસિધ્ધ થયાના આજે ચોથા દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે હજુ ત્રણ બેઠકો પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની ચાર પૈકી ત્રણ બેઠકો પર ઉમેદવારો રીપીટ કરાયા છે. જ્યારે એક બેઠક પર પત્નીની જગ્યાએ પતિને સ્થાન આપવામાં આવ્યું છે. બાકી રહેલી ત્રણ બેઠકોમાં ખેંચતાણ શરૂ હોય તેની આવતીકાલે...
વધુ વાંચો