અમદાવાદ સહીત રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યારે કચ્છના નલિયામાં એકદમ જ ઠંડીનો પારો ગગડી ગયો છે અને નલિયાના લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. નલિયામાં  લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાયું છે અને નલિયા શહેર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ચાલુ વર્ષનું પહેલી વખત સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયુ છે.
કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગળ્યો. ૭.૮ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું. કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે નલિયાના...
વધુ વાંચો

ગાંધીનગર શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ગૃપીઝમ અને આંતરિક લડાઈ ચાલતી જોવા મળી હતી જે હવે ખુલીને બહાર આવી છે. ભાજપના પ્રચાર માટે અપાતું સાહિત્ય કાર્યકરો દ્વારા કચરા પેટીમાં પધરાવી ઘેર જઈ સુઈ ગયા હોય તેવો કિસ્સો બહાર આવવા પામ્યો છે. શહેરની કચરા ટોપલીમાં મોટા પાછે સાહિત્ય તથા ભાજપના ખેસ પધરાવી દેવાના આ કિસ્સાએ શહેર ભાજપમાં ચાલતા પ્રચારની પોલ ખોલી દીધી છે. 
શહેરમાં મેયર તરીકે કોંગ્રેસમાંથી પાટલી બદલ્યા બાદ ભાજપમાં તેનો સ્વિકાર થયો નથી તો...
વધુ વાંચો

અપક્ષોને આ વખતની ચૂંટણીમાં મહત્વનો રોલ રહેશે તેવા અનુભવો વચ્ચે આજે સેકટર - ૭ માં રહેતાં પટેલ હિમાંશુ ભરતભાઈ ઉર્ફે ભૂરાભાઈએ કલેકટર કચેરી સમર્થકો સાથે પહોંચી પોતાનું ફોર્મ ભર્યું હતું. 
હિમાંશુ પટેલે પોતાનું ફોર્મ ૩૬ ઉત્તર ગાંધીનગર વિધાનસભા માટે ભર્યું હતું. આમ પાટીદારોની ચર્ચા વચે અપક્ષો તરીકે પણ મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરશે તેવું મનાઈ રહ્યું છે.


વધુ વાંચો

દેશમાં ગુજરાતને વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામા આવે છે. ત્યારે આસામના પૂર્વ સીએમ તરૂણ ગોગોઇએ વિકાસને લઇને ભાજપ સરકાર પર તીર છોડ્‌યા હતા. શહેરના સેક્ટર ૨૪માં આવેલા ગોગોઇએ કહ્યુ કે જે રાજ્યના લોકો આટલા બધા મહેનતુ હોય, તેનો વિકાસ રોકેટ ગતિએ હોવો જોઇએ. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી રહ્યો છુ, પરંતુ મને ક્યાંય પણ વિકાસ જોવા મળ્યો નથી. શહેરના સેક્ટર ૨૪માં જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.
યુવાનો સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો. આસામના પૂર્વ સીએમ...
વધુ વાંચો

ગાંધીનગર ઉત્તરમાંથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે સમર્થકો સાથે પહોંચેલા ઉમેદવારને મામલતદારે ચાર મિનિટ લેટ પહોંચ્યા હોવાનું કહી ફોર્મ બીજા દિવસે ભરવાનું કહેતાં કુતુહલ થવા પામ્યુ હતું. 
આપના ઉમેદવાર કોલવડા ગામના ગુણવંત પટેલે ફોર્મ ભરવા કલેકટર ઓફીસે સવા બે કલાકે પહોચ્યા હતા. પરંતુ મામલતદાર પાસે ચકાસણી વેળાએ મામલતદારે ત્રણ ને ચાર મિનિટ થઈ હોવાથી ત્રણ વાગે કામકાજ પૂર્ણ થઈ ગયેલ હોવાનું જાહેર કરતાં આજે ફોર્મ ભરવાનો વારો આવ્યો હતો. આમ વાજતે ગાજતે...
વધુ વાંચો

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૧૮માં લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ લેવાશે. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સામાન્ય પ્રક્રિયા બોર્ડ દ્વારા પૂરી કરાઈ છે, જેમાં ધોરણ ૧૦માં ગઈ કાલ ૨૨ નવેમ્બર સુધીમાં કુલ ૧૦.૭૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા છે, જોકે હાલમાં લેટ ફી ભરીને ગાંધીનગર કચેરી ખાતે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે,...
વધુ વાંચો

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર,સેક્ટર-૨૩માં આવેલી બીબીઍ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે વર્કશૉપનું આયોજન કરવા માં આવ્યું હતું. કોલેજ ના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને સમગ્ર સેમેસ્ટર માં થનાર વવિધ વર્કશોપ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કૈક નવું મેળવવા તત્પર રહેવા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું. તેમજ આજના મુખ્ય વક્તા સુરશભાઈ માલોડીયા ને કોલેજ વતી આવકાર્યા હતા. ત્યારબાદ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ ડો. જયેશ તન્ના દ્વારા...
વધુ વાંચો

હેરી વિસ્તારના ગામોમાં પાણી રસ્તા અને ગટર સહીતની માળખાકીય સુવિધાઓ ખાડે ગઇ હોવાનો આક્રોશ પ્રબળ બન્યો છે. 
ગ્રામ્ય વિસ્તારમાં આકરી ગરમીના દિવસોમાં પુરતુ પાણી સપ્લાય ન થતા સ્થાનિકોમાં રોષ પ્રવર્તે છે. જેને ધ્યાને લઇ પાણીની જરૃરીયાતને પહોંચી વળવા માટે પાણીની પાઇપલાઇન અપગ્રેડ કરવાનું કામ ટુંકમાં જ શરૃ કરી દેવાશે. જેની પાછળ પાંચ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. 
ગાંધીનગર શહેરી વિસ્તારના પાંચ ગામોમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાનો રોષ...
વધુ વાંચો

બહુચરાજી તાલુકાના ચાંદણકી - ઝાંઝરવા વચ્ચે નર્મદા કેનાલમાં મંગળવારે રાત્રે પાણી ભરવા જતાં લપસી પડેલા મિત્રનો જીવ બચાવવા કેનાલમાં કૂદી પડેલો યુવાન જ ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. જેની લાશ ૧૮ કલાક બાદ કાચરોલ પાસેથી મળી આવી હતી.મહેશ વસ્તાભાઇ ભરવાડ (૧૭) અને તેનો મિત્ર રાત્રે ૭-૩૦ વાગે ચાંદણકી- ઝાંઝરવા રોડ પર આવેલી નર્મદા કેનાલે ગયા હતા. જ્યાં એક યુવાન કેનાલમાં પાણી ભરવા ઉતરતાં તેનો પગ લપસતાં અંદર પડી ગયો હતો, જેને બચાવવા મહેશ પણ કૂદી પડ્‌યો હતો....
વધુ વાંચો

જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ વિધાનસભા ચૂંટણી માટે તે પ્રકારે તૈયારીમાં લાગ્યુ છે, મત ગણતરી માટેની તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સેક્ટર-૧૫ની સરકારી કોલેજમાં યોજાનારી ગણતરી સમયે જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજકીય એજન્ટની નિમણૂક પર પંચે મનાઇ ફરમાવી છે. સાથે એક વખત અંદર આવેલા એજન્ટને મત ગણના પુરી થવાં સુધી બહાર પગ મુકવા દેવાશે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ભારત સરકારના ચૂંટણી પંચના આદેશ પ્રમાણે વખતે મત ગણતરી કેન્દ્રમાં રાજકીય...
વધુ વાંચો