3047

ગાંધીનગરમાં વરસાદના કારણે ગાબડા પણ પડી ગયા તંત્ર ઝડપથી તેનું સમારકામ નહીં કરે તો અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. આ ઉપરાંત રોડ પરની ખુલ્લી ગટરો પણ પાણી ભરાતા ઉંડાણનો ખ્યાલ નહીં રહેતાં કેટલાંક વાહનચાલકો તેમાં પડતાં બચ્યા હતાં. આ ઉપરાંત શહેરના સેક્ટર ૨૭ સ્વસ્તિક સોસાયટીમાં ગટર ઉભરાવવાના કારણે રહીશો મુસીબતમાં મુકાઇ રહ્યા છે. માથું ફાડી નાખે તેવી દુર્ગધની છુટકારો અપવવા આજીજી કરી રહ્યા છે. ગટરના પાણી ઘરમાં બેક મારી રહ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતા પરિણામ મળતુ નથી. ત્યારે મુસીબતમાંથી બહાર લાવવામાં માંગ કરી રહ્યા છે. જો સમસ્યાનુ નિરાકરણ લાવવામા નહિં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી. સોસાયટીના પ્રમુખ રાજુભાઇ રાજગોરે કહ્યુ કે સ્વસ્તિક સોસાયટીમાં છેલ્લા મહિનાઓથી ગટરો ઉભરાવવાની સમસ્યાએ માજા મુકી છે. ગટરના પાણી ગટરમાં જવાની જગ્યાએ પાછા ઘરમાં આવી રહ્યા છે. પરિણામે ઘરમાં દુર્ગધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ઘરમાં રહેવા છતા ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. વરસાદી અને ગટરના પાણી ફરી વળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતા તેનુ નિરાકરણ લાવવામા તંત્ર નિષ્ફળ નિવડી રહ્યુ છે. જો સમયસર યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો સોસાયટીમાં રોગચાળો ફાટી નિકળશે. સેક્ટર ૨૭ સ્વસ્તિક સોસાયટીમાં ગટર ઉભરાવવાના કારણે રહીશો મુસીબતમાં મુકાઇ રહ્યા છે.